Programs
- વાંચન પ્રવૃત્તિનો વિકાસ:-
બાળકો લઇ થી યુવાવયનાં વિધર્થીઓ માટે રોજગાર માર્ગદર્શન, ધીંગામસ્તી તથા નોકરી સહાયક, વર્લ્ડ ઇન બોક્સ જેવા સામયિકનાં લવાજમ સ્વીકારી તેઓની વાંચન ક્ષમતા તથા જનરલ નોલેજ વધારો કરવાની પ્રવુતિ થાય છે. આજ સુધીમાં ૩૭૨ થી વધારે લાભાર્થીઓએ આ સેવા અંતર્ગત લાભ મેળવી ચૂકયા છે.
બોર્ડ પરીક્ષા અંગે માર્ગદર્શક સેમિનાર :-
બોર્ડની પરીક્ષાનાં ભયમાંથી મુક્ત કરવા માટે આ સંદર્ભમાં વાર્તાલાપ શાળાઓમાં આપવામાં આવે છે. સમયાંતરે આયોજિત આ સેમિનારમાં શ્રી યાજ્ઞીક ભૂતૈયા જેવા તજજ્ઞો દ્વારા સચોટ માહિતી પ્રોજેક્ટરનાં ઉપયોગથી આપવામાં આવે છે.
- ગુજરાત સાયન્સ ઓલમ્પીયાર્ડ (રાજ્ય કક્ષાએ સિદ્ધિ):-
રાજ્ય કક્ષાની ગુજરાત સાયન્સ ઓલમ્પિયાડની વિજ્ઞાન વિષયક પરિક્ષા બોટાદમાં સંસ્થા દ્વારા જાન્યુઆરી-૨૦૦૮માં લેવામાં આવેલ. જેમાં બોટાદમાંથી આસ્થા ચેરી ટેબલ ટ્રસ્ટ સંચાલન હેઠળ ધો -૭ માં અભ્યાસ કરતી જીવાણી શ્રુતિ આર. સમગ્ર રાજ્યમાં ચતુર્થ ક્રમાંક મેળવી શિષ્યવૃત્તિ માટે હકદાર બનેલ છે.
- રાજ્યકક્ષાની બુદ્ધિ કસોટીનું આયોજન :-
વિકાસ વર્તુળ ટ્રસ્ટ ભાવનગર દ્વારા પ્રત્યક (GKIO TEST) રાખવામાં આવે છે. વર્ષ ૨૦૦૮ માં યોજાનાર ૩૧ મી બુદ્ધિ કસોટી (GKIO TEST) બોટાદ શહેરનાં વિધાર્થીઓ પરિક્ષાનાં લાભથી વંચિત ન રહી જાય તે માટે બોટાદ કેન્દ્ર વ્યવથા અમારી સંસ્થાએ સંભાળલે જેમાં બોટાદ જુદી - જુદી ૧૦ શાળા/મહાશાળામાં અભ્યાસ કરતા પ્રાથમિક માધ્યમિક ઉચ્ચોતર માધ્યમીક તથા કોલેજ વિભાગનાં કુલ ૨૦૦ વિદ્યાર્થીઓ એ ભાગ લીધેલ.
- પુસ્તકમેળાનું આયોજન :-
સંસ્થા દ્વારા દર વર્ષે પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવે છે. આ પુસ્તક મેળામાં જુદા જુદા પ્રકાશનોના પુસ્તકો ખાસ ડિસ્કાઉન્ટથી વેચાણ કરવામાં આવે છે.પુસ્તક મેળામાં ૫૦૦ કરતા વધારે અલગ અલગ વિષયના પુસ્તક એકજ સાથે જોવા મળતા ગત વર્ષે આશરે ૩૫૦૦ કરતા વધારે મુલાકાતીઓએ આ પુસ્તક મેળાની મુલાકાત લીધેલ અને ૩ દિવસનાં આ આયોજનમાં રૂ.૧,૫૦,૦૦૦ (એક લાખ પચાસ હજાર) નાં પુસ્તકોનું વેચાણ સાથે બોટાદ શહેરમાં રેકર્ડ થવા પામેલ. આ પ્રોજેક્ટને સફળ બનાવવા શ્રી રાજુભાઈ શાહ (વડીલો વિસામા), શ્રી આચાર્યભાઈ (કેબી કોલેજ ગ્રંથપાલ)નું માર્ગદર્શન પ્રાપ્ત થયેલ.
- પ્લેસમેન્ટ અને સંસ્થા મુલાકાત :-
દર વર્ષે અનેક અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, તથા મહાનુભાવો, દાતાઓ તેમજ સ્પે બી એડ, એમ એસ ડબલ્યુ, તથા એનએસએસનાં વિદ્યાર્થીઓ સંસ્થાની મુલાકાત લે છે. આ પૈકી રસધરાવતા કેટલાક વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસના ભાગરૂપે સંસ્થામાં પ્લેસમેન્ટ લઈ સંસ્થાની કામગીરીમાં સહભાગી પણ બને છે. સર્વ શિક્ષા અભિયાન હેઠળ કાર્યરત બીઆરસી, સીઆરસી, જિલ્લા આઈઈડી કો ઓર્ડીનેટર, સ્પે ટીચર, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી, બાળ સુરક્ષા આયોગ, જિલ્લા રમત ગમત અધિકારીશ્રી જેવા દિવ્યાંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા વિવિધ મહાનુભાવો અવાર નવાર સંસ્થાની મુલાકાત લઇ મર્ગદર્શક અને પ્રેરણારૂપ બન્યા છે.