Sports

  • સ્પેશ્યલ  ઓલમ્પિક ગુજરાત (બોટાદ જિલ્લા કચેરી)

        સ્પેશ્યલ ઓલ્મ્પીક્સએ વૈશ્વિકકક્ષાનું નામાંકિત એનજીઓ છે. જે અંતર્ગત બોટાદ જિલ્લાનો વર્ષ ૨૦૧૩થી અલગ અસ્તિત્વ આવતા સ્પેશ્યલ ઓલમ્પિક ગુજરાત દ્વારા બોટાદ જિલ્લા માટેની માનસિક વિકલાંગ ખેલાડીઓના સર્વાંગી વિકાસ માટે રમત ગમતની પ્રવૃતિ વ્યવસ્થા તથા સંચાલન માટેની ઓફીસ આસ્થા ચેરીટેબલ ટ્રસ્ટ –બોટાદમાં કાર્યરત કરવામાં આવેલ છે. જે અંતર્ગત દરેક વર્ષે જિલ્લા કક્ષાની ટુનામેન્ટ યોજનામાં આવે છે. તેમાં વિજેતા થતા ખેલાડીઓ રાજય કક્ષા તથા નેશનલ કક્ષા સુધી વિવિધ રમતોમાં ભાગ લઇ સંસ્થાનું ગૌરવ વધારેલ છે.

 

સ્પેશ્યલ ઓલ્મ્પીક્સ વિષે વધુ માહિતી માટે www.specialolympics.org

 

  • સ્પેશ્યલ ખેલમહાકુંભ (જિલ્લા રમત ગમત કચેરી )

બોટાદ જિલ્લાનાં સ્પેશ્યલ ખેલમહાકુંભ અંતર્ગત વિકલાંગ બાળકો માટે ટુર્નામેન્ટનાં કન્વિનર તરીકે સંસ્થા જવાબદારી નિભાવે છે. આ અંતગર્ત દર વર્ષ નવેમ્બર –ડીસેમ્બર માસમાં જિલ્લા કક્ષાની ટુનામેન્ટનું આયોજન કરવામાં આવે છે. તેમાં વિજેતા થયેલા ખેલાડીયોને રોકડ પુરસ્કાર રાજ્ય સરકાર તરફથી મળે છે. વિજેતા થયેલા ખેલાડીઓને રાજય કક્ષા ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે જાય છે. દર વર્ષે  સંસ્થાનાં સ્પેશ્યલ ખેલાડીઓએ રાજ્ય કક્ષાએ ગોલ્ડ, સિલ્વર તથા બ્રોન્જ મેડલ મેળવીને સંસ્થાનું ગૌરવ વધારેલ  છે.,