WORKSHOP
- કારકિદી માર્ગદર્શન સેમિનાર:-
સમયાંતરે બોટાદ શેહરની શાળા-કોલેજમાં વિધાર્થીઓ માટે કારકિદી માર્ગદર્શન તથા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે સેમિનારનું આયોજન કરવામાં આવે છે. આ પ્રવૃત્તિમાં વિવિધ તજજ્ઞો દ્વારા વાર્તાલાપ યોજવામાં આવે છે.
આ પ્રોજેક્ટ અંતર્ગત ૨૫ જેટલા સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં શ્રી પ્રકાશભાઈ ભીમાણી, શ્રી હિતેશભાઈ કાતરીયા, શ્રી આશિષભાઈ રાઠોડ વિગેર નિષ્ણાતોએ સેવા પુરી પાડી છે.
- બોર્ડ પરીક્ષા અંગે માર્ગદર્શક સેમિનાર :-
બોર્ડની પરીક્ષાનાં ભયમાંથી મુક્ત કરવા માટે આ સંદર્ભમાં વાર્તાલાપ શાળાઓમાં આપવામાં આવે છે. આ કાર્યકમ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં આયોજિત કરવામાં આવે છે. તેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભાગ લે છે.
સમયાંતરે આયોજિત આ સેમિનારમાં શ્રી યાજ્ઞીક ભૂતૈયા તથા અન્ય તજજ્ઞો દ્વારા સચોટ માહિતી પ્રોજેક્ટરનાં ઉપયોગથી આપવામાં આવે છે.