Request
- Ø આપને નમ્ર અપીલ :
સંસ્થાનું મુખ્ય કાર્ય જુદી જુદી દિવ્યાંગતા ધરાવતા લોકોને સમાજની મુખ્ય ધારામાં જોડવાનું છે. મંદબુદ્ધિ વ્યક્તિ બોજારૂપ નહી પણ સ્વનિર્ભર બને તે માટે અમો પ્રયત્નશીલ છીએ. હજુ પણ બોટાદ અને તેની આસપાસના એવા ઘણા મંદબુદ્ધિ પ્રકારની દિવ્યાંગતા ધરવતા બાળકો છે જે તાલીમથી વંચિત છે આવા વ્યક્તિઓ આપનાં સંપર્કમાં આવે તો તેને સંસ્થા સુધી રાહ બતાવવા નમ્ર વિનંતી છે.
- સંસ્થાની આગામી સ્વપ્ન અને તે માટે આપની મદદ :
- Ø સંસ્થાનું પોતાનાં મકાનમાં કાયમી પુરા સમયનું તાલીમ કેન્દ્ર :
બોટાદ જિલ્લામાં હાલમાં વિકલાંગજનોની સહઅભ્યાસ તથા પુનવર્શન તાલીમની વિવિધ પ્રવુતીઓ માટે સંસ્થા સતત કાર્યરત છે. સમયની માંગને અનુંસરીને આ સેવાઓનો વ્યાપ વિસ્તરી રહ્યો છે દિન પ્રતિદિન લાભાર્થીઓની સંખ્યામાં વધારો થતો જાય છે. આગામી સમયમાં દ્રષ્ટી ક્ષતિ, શ્રવણક્ષતિ તથા બહુવિકલાંગતા ધરાવતા દિવ્યાંગજનોને વિવિધ તાલીમ તથા જરૂરી પુનઃવસનની સેવાઓ એક છત્ર નીચે મળી રહે તે માટે સંસ્થા વિચારી રહી છે.
આ સ્વપ્નને સાકાર કરવા સંસ્થાને પાચ થી છ રૂમ, નાનો સભાખંડ તથા અન્ય માળખાકીય સુવિધા ધરાવતા મકાનની મુખ્ય જરૂરિયાત છે. મકાનની જરૂરિયાત પૂર્ણ કરવા જમીન, જુનું બાંધકામ ધરાવતું મકાન, કે તે માટે રોકડ આર્થિક સહયોગ આપવા આપને નમ્ર વિનંતી છે.