Employment Help Line
- રોજગાર માહિતી કેન્દ્ર :
આસ્થા સંસ્થા દ્વારા રોજગાર માહિતી કેન્દ્ર ચલાવવામાં આવે છે. જેમાં બોટાદ તથા આસપાસના યુવક યુવતીઓને જાહેર માધ્યમો દ્વારા સરકારી નોકરી ભરતી અંગેની જાણ કરવામાં આવે છે. આ માટે વિશેષ જરૂરિયાત અને રસ ધરાવતા યુવક યુવતીઓને ઓફિસનાં સમયે તેની પ્રત્યક્ષ મુલાકાતથી માહિતી પણ આપવામાં આવે છે.
- ભરતી ફ્રોમ ઓનલાઈન સબમીશન અને માર્ગદર્શન :
આઈટી ક્ષેત્રનાં વૈશ્વિક પરિવર્તનનાં આ સમયે સરકાર તથા અર્ધ સરકારી વિવિધ ભરતીના ફોર્મ ઓનલાઈન ભરવાના હોય છે
આ માટે સંસ્થામાં ઓનલાઈન ફોર્મ નહી નફો નહી નુકશાનના દરે રૂબરૂમાં ભરી આપવામાં આવે છે. તેમજ દરેક જાહેરાતની વિગતવાર માહિતી પ્રદાન કરવામાં આવે છે. જે તે જાહેરાત સમયે સંસ્થા દ્વારા તેના નિયમો અંગેના માહિતી પત્રક ઉમેદવારોને આપવામાં આવે છે.
- સ્પધાર્ત્મક પરીક્ષા બુક વિતરણ કેન્દ્ર તથા તાલીમ વર્ગ : ta
આસ્થા સંસ્થા બોટાદ દ્વારા મોકલવામાં આવતા રોજગાર ન્યુજમાં પણ સ્પધાર્ત્મક પરીક્ષા વીશેની પુરતી તૈયારીઓ કરી શકાય તે ઉદેશને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને સસ્તા દરે સ્પધાર્ત્મક પરીક્ષાની બુક (મટિરી યલ) નું વેચાણ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. જેથી વિદ્યાર્થીઓ આવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની પૂર્તિ તૈયારીઓ કરી શકે. આ કાર્યક્રમ અંતર્ગત દર વર્ષે આશરે દસથી પંદર હજાર સુધીની કિમંતના પુસ્તકોનું નહી નફો નહી નુકશાનનાં ધોરણે વેચાણ સંસ્થાની ઓફિસેથી થઇ રહ્યું છે . આ ઉપરાંત જિલ્લા રોજગાર કચેરી દ્વારા આર્મિ તથા બીજી સ્પર્ધાત્મક પરીક્ષાનાં તાલીમ વર્ગો પણ ચલાવવામાં આવેલ છે.