asthatrust.org

Introduction

  • Ø પ્રસ્તાવના

ભારતીય સંસ્કૃતિમાં કુટુંબ વ્યવસ્થા અન્ય દેશો કરતા અલગ અને નિરાળી છે. માનવીનો જન્મએ કુટુંબમાં અદભુત ઘટનાં છે, પણ જન્મજાત ખોડખાપણ કે કુદરત કે માનવસર્જીત વિકલાંગતાએ સમાજમાં બનતી આકસ્મિક ઘટનાં છે. પણ આવી પ્રત્યેક ઘટનામાં કુદરત એક હાથે લઈ લે છે.તો બીજા હાથે તેનાં જીવનમાં છુપી શક્તિ –તાકાતનો સંચાર કરે છે. વિકલાંગ વ્યક્તિ ને દયાની નહી પરંતુ પ્રેમ હૂંફની જરૂર હોય છે. વિકલાંગ વ્યક્તિ પણ આમ આદમીની જેમ સમાજમાં સરળ અને સહજ રીતે જીવન વ્યતિત કરી શકે છે.

આ ઉદેશ્યથી જ બોટાદમાં કાર્યરત સંસ્થા એટલે ‘ આસ્થા ચેરીટેબલ ટ્રસ્ટ –બોટાદ ’ 

 આ સંસ્થા વિકલાંગો સહાય માટેનું કાર્ય, સરકારશ્રી તરફથી અપાતું વિકલાંગ માટેનુ ઓળખપત્ર, વિવિધ સાધન સહાય,  શૈક્ષણિક યોજનાઓ, નિરાધાર વિધવા તથા વૃધ્ધ દિવ્યાંગને સરકારશ્રી તરફથી આર્થિક સહાય માટે પણમાર્ગદર્શનનું કાર્ય કરી રહી છે. ઉપરાંત સંસ્થા મારફતે વિવિધ યોજનાઓનાં લાભો મેળવવાની કામગીરી તેમજ સમાજના શિક્ષિત્ યુવા વર્ગ માટે નોકરીની જાહેરાત તથા તેના ઓનલાઈન ફોર્મ અને માર્ગદર્શન, સંદર્ભ સાહિત્યની સુવિધાઓ પણ આપવામાં આવે છે.

 

  • સંસ્થા પરીચય

    આસ્થા ચેરીટેબલ ટ્રસ્ટ –બોટાદએ બિન સરીકારી સંગઠન(N.G.O.)  છે. આ સંસ્થા દ્વારા વિવિધ પ્રકારનાં પ્રોજેક્ટની વિચારણા કરી તેના વિશે આયોજન ગોઠવી. તેને સફળતાપૂર્વકપૂર્ણ  કરવાની કામગીરી હાથ ધરવામાં આવે છે.

      ૨૦૦૮થી મંદબુદ્ધિ પ્રકારની વિકલાંગતા (Intellectual Disability) માટે સ્પેશ્યલ ટ્રેનીંગ સેન્ટર કાર્યરત છે. ઉપરાંત ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન શિબિરનું આયોજન સમયાંતરે જુદી જુદી શાળાઓ તથા કોલેજમાં કરવામાં આવે છે. ટ્રસ્ટ દ્વારા બોટાદ તેમજ આજુ–બાજુના તાલુકાઓમાં શિક્ષણ ક્ષેત્રે જાગ્રતિ –લાવવી, કન્યા કેળવણીને પ્રોત્સાહન મળે તથા વિકલાંગ વ્યક્તિઓના પુનવર્સન જેવી પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. ઉપરાંત પર્યાવરણ,AIDS જાગ્રતિ,જળ સંરક્ષણ, સામાજીક દૂષણોની નાબુદી, રોજગાર સબંધિત S.M.Sની સુવિધા વગેરે જેવી વિવિધ પ્રવુતીઓ કાર્યરત છે.